India
કૂતરું કરડ્યું તો 13 વર્ષથી બાળકે કર્યું શરમજનક કૃત્ય, આ કિસ્સો જાણીને ચોંકી જશો
મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. અહીં એક 13 વર્ષના સગીર બાળકે ગુસ્સામાં ભયાનક ઘટનાને અંજામ આપ્યો. બાળકે કૂતરાને ચાકુ મારીને મોતને ઘાટ ઉતારી દીધું હતું. આટલું જ નહીં બાળકે પોતાનો ગુનો પણ સ્વીકારી લીધો છે.
ગત સાંજે કૂતરાએ બાળકને બચકું ભરી લીધું હતું જેના કારણે ગુસ્સે ભરાયેલા બાળકે કુતરાને ચાકુ વડે મારી નાખ્યું હતું. કેસ નોંધાયા બાદ જ્યારે બાળકની પૂછપરછ કરવામાં આવી ત્યારે બાળકે પોતાનો ગુનો સ્વીકાર્યો અને કહ્યું કે જ્યારે તેને કૂતરાએ કરડ્યો ત્યારે તેને ગુસ્સો આવ્યો હતો, જેના કારણે તેણે કૂતરાને મારી નાખ્યો હતો.