Uncategorized

જાનૈયાઓથી ભરેલી બસ નહેરમાં પડતાં 7નાં મોત, અનેક ઘાયલ

આંધ્રપ્રદેશમાં વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પ્રકાશમ જિલ્લામાં જાનૈયાઓથી ભરેલી બસ નહેરમાં પડી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે બસ ડ્રાઈવરે ઊંઘી જવાની શક્યતા વ્યક્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આંધ્રપ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (APSRTC)ની બસ ભાડે લેવામાં આવી હતી. બસમાં સવાર લોકો લગ્ન સમારોહમાં હાજરી આપવા કાકીનાડા જઈ રહ્યા હતા.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર લગ્નના મહેમાનો ને લઈ જતી બસ વહેલી સવારે પ્રકાશમ જિલ્લામાં એક નહેરમાં પડી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ સિવાય અકસ્માતમાં લગભગ 12 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. જોકે પોલીસે બસ ચાલક ઊંઘી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (APSRTC)ની બસ ભાડે લેવામાં આવી હતી. મૃતકોની ઓળખ અબ્દુલ અઝીઝ (65), અબ્દુલ હાની (60), શેખ રમીઝ (48), મુલ્લા નૂરજહાં (58), મુલ્લા જાની બેગમ (65), શેખ શબીના (35) અને શેખ હિના (6) તરીકે થઈ છે.