Sports

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, જાણો કોને બનાવવામાં આવ્યો કેપ્ટન

BCCIએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માને બંને ફોર્મેટ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ ઉપરાંત ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચો પણ રમાશે. આ બે ફોર્મેટ સિવાય ભારતીય ટીમ પાંચ T20 મેચ પણ રમશે. T20 માટેની ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.

ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમમાં બેટિંગ લાઇનઅપને મજબૂત રાખવા માટે શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે હશે. વિકેટ કીપીંગની જવાબદારી કેએસ ભરત અને ઈશાન કિશનના ખભા પર રહેશે. બોલિંગમાં અનુભવી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનો અનુભવ કામમાં આવશે. સ્પિનર્સ શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો સામે મહત્ત્વના પડકારો ઊભા કરી શકે છે.

વનડે ટીમની કમાન પણ રોહિત શર્માને સોંપવામાં આવી છે. તેની સાથે શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ અને વિરાટ કોહલી આ ટીમના કરોડરજ્જુ છે. ટીમમાં સૂર્ય કુમાર યાદવ અને ઈશાન કિશન જેવી રોમાંચક યુવા પ્રતિભાઓ પણ છે. જેઓ મર્યાદિત ઓવરના ફોર્મેટમાં તેમની કુશળતા દર્શાવશે.ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વનડેમાં ટીમનો વાઇસ કેપ્ટન હશે.કેટકીપિંગની જવાબદારી સંજુ સેમસન અને ઈશાન કિશન વચ્ચે રહેશે.

ભારતની વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (VC), શાર્દુલ ઠાકુર, આર જાડેજા, અક્ષર પટેલ , યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

ભારતની ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (VC), કેએસ ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મો. સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.