જૂનાગઢ: એસટી બસના ચાલકે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું, પતિ ની નજર સામે જ પત્નીનું મોત
જુનાગઢથી આવતા પતિ પત્નીને અકસ્માત નડ્યો હતો. એસટી બસે મોતીબાગ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર પાસે બાઈક પર સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પતિ ઇજાગ્રસ્ત થયા હતા.બાઈક ચાલક રાજુભાઈ પોતાની પત્ની સાથે ઘરે ગિરનાર દરવાજા તરફ જતા હતા ત્યારે અચાનક જ પાછળથી એસટી બસે ટક્કર મારી હતી.
આ ટક્કરમાં તેમના પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.આ અકસ્માતથી રોડ પર લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા.લોકોએ આ અકસ્માત રોડના અધૂરા કામના લીધે થયો હોવાનું જણાવ્યું હતું.એક રાહદારીએ જણાવ્યું કે આજે જે અકસ્માત થયો છે તેનું મૂળ કારણ અહીંના રસ્તા છે. અહિયાં ખૂબ જ ટ્રાફિક થાય છે જેને કારણે બસ પણ જઈ નથી શકતી.
જનતા ટેક્સ ભરે છે છતાં પણ સારી સુવિધા મળતી નથી. માણસો હજુ કેટલા હેરાન થશે. મધુરમ વિસ્તારમાં પણ રોડ પર લારી ગલ્લા વાળાઓ પોતાની લારીઓ ઉભી રાખે છે જેના લીધે પણ ટ્રાફિક થાય છે અને અવારનવાર અકસ્માતના બનાવો પણ બને છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી.