જૂનાગઢ પોલીસ પર પથ્થરમારો કેસમાં આટલા બધા લોકો સામે નોંધાયો ગુનો, ઔવેસીએ આકરા પ્રહાર કર્યા
જૂનાગઢમાં મજેવડી ગેટ પાસે દરગાહ પર થયેલી હિંસા મામલે પોલીસે 31 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે IPC કલમ 302, 307, હુલ્લડ અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા સહિત પોલીસની ફરજમાં રૂકાવટ કરવા હેઠળ કેસ નોંધ્યો છે. આટલું જ નહિ પણ પોલીસે 500થી વધુ લોકોના ટોળા સામે રાયોટીંગની ફરિયાદ નોંધી છે.
લોકો દ્વારા કરાયેલા હુમલામાં ઘાયલ થયેલા પીએસઆઈને આ મામલે ફરિયાદી બનાવાયા છે. મારામારી અને તોડફોડમાં સામેલ તમામ લોકો સામે મજેવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે ઓવૈસીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ફક્ત અમારા સમાજ પર દમન કરવામાં આવશે, અમને દમનકારી કહેવામાં આવશે.
ઓવૈસીએ દરગાહની બહાર યુવકોને માર મારવાનો વીડિયો શેર કરીને લખ્યું છે કે અમારા પર જ જુલમ થશે અને અમે જ જાલિમ. અમને મારી નાખવામાં આવશે અને અમારા પર કાર્યવાહી કરવામાં આવશે. ભારતમાં હિંદુત્વ પ્રેમ વધી રહ્યો છે, જેની ચિનગારી પોલીસ સુધી પહોંચી છે.