Gujarat

સવાર થતાં જ બિપરજોયે મચાવેલ આતંકના દ્રશ્યો સામે આવ્યા, જુઓ કચ્છનાં આ દૃશ્યો

ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે અથડાયા બાદ પણ ખતરનાક બની ગયું છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કચ્છના માંડવીમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. ચક્રવાતને લીધે 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાયો હતો. તોફાની પવનના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે.

IMD અનુસાર ચક્રવાતે લેન્ડફોલ કર્યું છે.જોખમને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 94 હજારથી વધુ લોકોને સલામત જગ્યાએ લઈ જવાયા હતા. 15 જહાજો, 7 એરક્રાફ્ટ, NDRFની ટીમો તૈનાત હતી. લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ સૂચનાઓ અપાઈ હતી. હાલની માહિતી પ્રમાણે રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના લેન્ડફૉલ બાદ રાજ્યમાં ભારે પવન ફૂંકયો આ કારણે કુલ ૫૧૨૦ વીજ પૉલ ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે.

કુલ 5120 વીજ પૉલ ધરાશાયી થયા છે, જેમાંથી અત્યાર સુધી ૧૩૨૦ વીજ પૉલ રીસ્ટૉર કરી દેવાયા છે. વાવાઝોડાથી પ્રભાવિત ૨૬૩ રસ્તામાંથી ૨૬૦ રસ્તા શરૂ કરાયા છે. આ ઉપરાંત ૪૬૨૯ ગામોમા અત્યાર સુધીમાં વીજળી ગુલ થઈ હતી, જેમાંથી ૩૫૮૦ ગામોમા વિજળીને રીસ્ટૉર કરવામા આવી છે.