Gujarat

ચક્રવાત બિપરજોય: ઉખડી ગયેલા વૃક્ષો, તૂટેલા મકાનો, વિનાશના આ વીડિયો પુરાવા છે

ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનું લેન્ડફોલ ચાલુ છે. વાવાઝોડુ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે વાવાઝોડાને કારણે આખી રાત વરસાદ ચાલુ રહેશે. વાવાઝોડાને હવે કચ્છના જખૌ બંદરે પહોંચતા 2 કલાક જેટલો સમય લાગશે. હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે આગામી 5-6 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પડકારજનક રહેશે.

તોફાનના લેન્ડફોલની પ્રક્રિયા સાંજે 6 વાગ્યાથી શરૂ થઈ છે, જે મધ્યરાત્રિ 12 સુધી ચાલુ રહેશે. આખી રાત વરસાદ ચાલુ રહેશે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકા સહિત અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે અને વીજ થાંભલાઓ પડી ગયા છે. સાથે જ કચ્છના મકાનોને પણ નુકસાન થયું છે.