કેએલ રાહુલ અને અથીયા શેટ્ટીના લગ્ન: વિરાટ કોહલીએ ભેટમાં આપી કરોડોની કાર, ધોનીએ ૮૦ લાખની બાઈક આપી તો સલમાન ની તો વાત જ ન થાય…
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર કેએલ રાહુલે લગ્ન કરી લીધા છે. બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કરનાર કેએલ રાહુલ હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બ્રેક પર છે. કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરશે.લગ્ન પ્રસંગે કેએલ રાહુલને સાથી ક્રિકેટરો તરફથી ઘણી ભેટ મળી છે, જેમાં કરોડોની કિંમતની કાર પણ સામેલ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલીએ કેએલ રાહુલને BMW કાર ગિફ્ટ કરી છે. રિપોર્ટમાં તેની કિંમત 2.17 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ પણ એક બાઇક ગિફ્ટ કરી છે. એવું જાણવા મળે છે કે એમએસ ધોનીએ આપેલી બાઇકની કિંમત લગભગ 80 લાખ રૂપિયા છે. મહેન્દ્ર સિંહ ધોની પોતે પણ બાઇકનો ખૂબ શોખીન છે, તેણે કેએલ રાહુલના લગ્નમાં પણ હાજરી આપી હતી, તેણે કેએલ રાહુલને કાવાસાકી નિન્જા બાઇક ગિફ્ટ કરી હતી.
કેએલ રાહુલે ટીમ ઈન્ડિયામાંથી રજા લઈને લગ્ન કર્યા હતા. તે ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ODI, T20 શ્રેણીનો ભાગ નહોતો. કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ મુંબઈમાં સુનીલ શેટ્ટીના ઘરે લગ્ન કર્યા હતા, જ્યાં માત્ર 100 જેટલા મહેમાનો હાજર હતા.
જો આપણે ક્રિકેટર્સ પર નજર કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની, વરુણ એરોન, ઈશાંત શર્મા સહિતના કેટલાક ક્રિકેટરો જ આ લગ્નમાં હાજરી આપી શક્યા હતા. માનવામાં આવે છે કે આઈપીએલ બાદ કેએલ રાહુલ દ્વારા એક મોટું રિસેપ્શન રાખવામાં આવશે, જેમાં ઘણા ક્રિકેટર્સ હાજરી આપી શકે છે. જોકે તમામ ખેલાડીઓ અને તેમના પરિવારજનોએ સોશિયલ મીડિયા દ્વારા કેએલ રાહુલ, આથિયા શેટ્ટીની જોડીને અભિનંદન પાઠવ્યા હતા.
બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાન અને સુનીલ શેટ્ટીની મિત્રતા બધા જાણે છે અને આ અવસર પર સલમાને પોતાના ખાસ મિત્રની દીકરીને એક ઓડી કાર ગિફ્ટ કરી છે, જેની કિંમત લગભગ 1.63 કરોડ રૂપિયા છે.