
આ છે દુનિયાની સૌથી મોંઘી સેન્ડવીચ, ભાવ સાંભળીને જ ભૂખ મરી જશે
સેન્ડવીચ એવી વાનગી છે જે નાના હોય કે મોટા બધાને ભાવે. સેન્ડવીચ અલગ અલગ પ્રકારે બનતી હોય છે અને તે દરેક વ્યક્તિને પસંદ પડે તેવી હોય છે. સેન્ડવીચ એવી વસ્તુ હોય છે કે જે તમને કોઈ પણ જગ્યાએ સરળતાથી મળી શકે. સેન્ડવીચ ને ખાઈને તમે તમારી ભૂખ સંતોષી શકો છો. પરંતુ આજે તમને એક એવી સેન્ડવીચ વિશે જણાવીએ જેની કિંમત સાંભળીને તમારી ભૂખ મરી જશે.
અમેરિકાના એક શહેરમાં દુનિયાની સૌથી મોંઘી સેન્ડવીચ મળે છે. આ સેન્ડવીચ ને ખરીદીને ખાવા વિશે સામાન્ય વ્યક્તિ વિચારી પણ ન શકે. સામાન્ય વ્યક્તિ તો તેનો ભાવ સાંભળે ત્યારે જ તેની ભૂખ મરી જાય. ન્યૂયોર્ક ના એક રેસ્ટોરન્ટમાં આ મોંઘી સેન્ડવીચ મળે છે. આ સેન્ડવીચ નું નામ ગીનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ચૂક્યું છે. આર રેસ્ટોરન્ટમાં સૌથી મોંઘા ડેઝર્ટ હેમ્બર હોટ ડોગ અને કેક પણ મળે છે.
જે મોંઘી સેન્ડવીચ ની વાત થઈ રહી છે તેનું નામ ક્વીન્ટ એસેન્સીયલ ગ્રીલ્ડ ચીઝ સેન્ડવીચ છે. આ સેન્ડવીચ મોંઘી એટલા માટે છે કે તેને બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે ખૂબ જ મોંઘી અને ક્યારેક જ મળતી વસ્તુઓ છે. રેલી મળતી વસ્તુઓથી આ સેન્ડવીચ બને છે તેના કારણે તેનો ભાવ પણ 17000 રૂપિયા છે.
આ સેન્ડવીચ ના બે પીસ ની અંદર ફ્રેન્ચ શેમ્પિયન બ્રેડ નો ઉપયોગ થાય છે. તેની અંદર સફેદ ટ્રફલ બટર નો ઉપયોગ થાય છે. સાથે જ જે ચીઝ આ બ્રેડમાં ઉપયોગમાં લેવાય છે તે પણ દુનિયાની સૌથી મોંઘી ચીઝ હોય છે.
આ દુનિયાની સૌથી મોંઘી સેન્ડવીચ છે તેથી જો તેને ખાવાની ઈચ્છા થાય તો બે દિવસ પહેલાં તેનો ઓર્ડર કરવો પડે છે. કારણ કે સેન્ડવીચ માં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે વસ્તુઓને અલગ અલગ જગ્યાએથી મંગાવવામાં આવે છે અને પછી સેન્ડવીચ તૈયાર થાય છે. આ સેન્ડવીચ માં જે ચીઝ નો ઉપયોગ થાય છે તેને ઈટલી થી મંગાવવામાં આવે છે જે ખાસ પ્રકારની ગાયના દૂધમાંથી બને છે. આ ગાય પણ એવી હોય છે જે વર્ષમાં ફક્ત બે મહિના જ દૂધ આપે છે.