રાજ્યભરમાં આપઘાત ના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં વધુ એક કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં સાબરમતી નદીમાં છલાંગ લગાવી આપઘાત કરનારાઓને રોકવા માટે દરેક બ્રીજ પર ફેન્સીંગ કરવામાં આવ્યું છે જો કે હવે અમદાવાદના જાણીતા અટલ બ્રિજ પરથી એક યુવકે નદીમાં કૂદી આપઘાત કર્યો છે. ઘટના ની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયરના જવાનો પહોચી ગયા હતા અને યુવકની શોધખોળ હાથ ધરી હતી.
નોંધનીય છે કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થોડા સમય પહેલા જ અટલબ્રિજનું ઉદ્ઘાટન થયું હતું અને મોટી સંખ્યામાં લોકો ત્યાં ફરવા માટે જતા હોય છે. અટલ બ્રિજ પર લગાવેલ ફ્રેમ પરથી યુવકે નદીમાં છલાંગ લગાવી હતી અને યુવક તેનો ફોન ફ્રેમ પર જ મુકીને ગયો હતો.
મહત્વની વાત એ પણ છે કે બ્રિજ પર સિક્યુરિટી અને બાઉન્સર હોય છે તો પણ યુવક ફ્રેમ પાસે પહોચ્યો કેવી રીતે? નદીમાં છલાંગ લગાવવા હતા પણ તેને કોઈએ રોક્યો કેમ નહી? આ સવાલો હાલ ચોકાવનારા છે. મળતી માહિતી મુજબ યુવક મેડીકલ કોલેજનો છેલ્લા વર્ષનો વિધાર્થી હતો.