
અમેરિકાના કેલિફોર્નિયામાં પટેલ યુવકે જાણીને જોઇને કારને ખીણમાં ધકેલી, જ્યારે કારમાં…..
આજે એક આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. અમેરિકામાં ગુજરાતી પાટીદાર ડોક્ટર દ્વારા પોતાની પત્ની અને દીકરા-દીકરીને મારી નાંખવા માટે જોરદાર પ્લાન ઘડ્યો હતો. યુવકના આ પગલાં બાદ તેને લઈને ચારોતરફ ચર્ચાઓ થવા લાગી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં રહેનાર 41 વર્ષીય ધર્મેશ પટેલ નામના ડોક્ટર દ્વારા પોતાના પત્ની અને દીકરી જે ટેસ્લા કારમાં બેઠેલા હતા તે કાર તેણે જાણી જોઈને ખીણમાં ધકેલી દીધી હતી. પોલીસ દ્વારા આરોપી ડોક્ટરની ધરપકડ કરી હાલ જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.
અમેરિકાની પોલીસ દ્વારા કેલિફોર્નિયાના પાસાડેના માં રહેનાર 41 વર્ષીય ધર્મેશ પટેલની હત્યા અને બાળ શોષણ ના આરોપમાં ધરપકડ કરાઈ છે. તેમના પર જાણી જોઈને પોતાની ટેસ્લા કાર ડુંગર પરથી ખીણમાં ઘસડી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે આશ્ચર્યની વાત એ રહેલ છે કે, જ્યારે કાર ખીણમાં તેમના દ્વારા ફેંકવામાં આવી ત્યારે ધર્મેશ પટેલ પણ કારમાં બેઠેલા હતા. તેની સાથે તેમના પત્ની અને બે બાળકો પણ કારમાં રહેલા હતા. જ્યારે 250 થી 350 મીટર ઊંડી ખીણમાં ખાબકતા કારનો કુચ્ચો બોલી ગયો હતો.
તેમ છતાં અમેરિકાના જાણકારો દ્વારા આ રેસ્ક્યૂ ઓપરેશન ને ચમત્કાર ગણાવવામાં આવ્યું છે. ટેસ્લા કાર 250 થી 3250 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. તેમ છતાં સમગ્ર પરિવારનું જીવન બચી ગયું છે. જ્યારે સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે સાબિત થઈ ગયું કે, આ કૃત્ય ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું.
જ્યારે આ બાબતમાં પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે. આ ઘટનાને નજરે જોનારી વ્યક્તિ દ્વારા કાર ખીણમાં ખાબક્યા બાદ 119 પર ફોન કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આવું ભાગ્યે જ બનતું હોય છે” આ પ્રકારની ઘટનામાં કારમાં સવાર બાળકો સહિતના લોકોનો જીવ બચી ગયા હોય. જ્યારે અમે આ ઘટનાનો ભોગ બનેલા લોકોને જોયા તો અમને મોટો ઝટકો લાગ્યો હતો. અમારા માટે તે લોકો બચી જાય તેવી આશા રહેલી હતી. જયારે આ ઘટનામાં બાળકને સામાન્ય ઈજા થઈ છે. પોલીસ દ્વારા અત્યારે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.