ઉત્તર કોરિયામાં પૂરથી 4000 લોકોના મોત: ગુસ્સે ભરાયા કિમ જોંગ ઉન, 30 અધિકારીઓને ફાંસી આપી
ઉત્તર કોરિયામાં પૂર જોઈને સરમુખત્યાર કિમ જોંગ ઉન એટલા ગુસ્સે થઈ ગયા કે તેણે 30 અધિકારીઓને ફાંસી આપી દીધી. તેમનો એક જ વાંક હતો કે તેઓ દેશને ભયાનક પૂરથી બચાવી શક્યા ન હતા. જો કે તેના પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગ્યો હતો. પૂરની તબાહી જોઈને કિમ જોંગ ઉન એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે 30 અધિકારીઓને એક જગ્યાએ ફાંસી આપી દીધી.
તમને જણાવી દઈએ કે, આ પૂરે ઉત્તર કોરિયાના ચાગાંગ પ્રાંતના ઘણા ભાગોમાં તબાહી મચાવી હતી, જેમાં 4000થી વધુ લોકોના મોત થયા હતા. સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી KCNAના રિપોર્ટ અનુસાર, કિમ જોંગે તે તમામ લોકોને સજા આપવાનું કહ્યું છે જેઓ આ દુર્ઘટનામાં પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શક્યા નથી. ગયા મહિને પણ પાર્ટીના 20-30 અગ્રણી લોકો માર્યા ગયા હતા. ચાંગાંગ પ્રાંતના બરતરફ પાર્ટી સેક્રેટરી કાંગ બોંગ હૂંને પણ પકડી લેવામાં આવ્યા છે.
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, ઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે જુલાઈમાં ચાગાંગ પ્રાંતમાં આવેલા વિનાશક પૂર બાદ કિમ જોંગ ઉને અધિકારીઓને કડક સજાનો આદેશ આપ્યો હતો. આ પૂરમાં લગભગ 4000 લોકોએ જીવ ગુમાવ્યા અને 15000 થી વધુ લોકો બેઘર બન્યા. ઉત્તર કોરિયામાં જે અધિકારીઓને ફાંસી આપવામાં આવી છે તેમની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી.
પરંતુ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પૂર હોનારત દરમિયાન કિમ જોંગ ઉનને ઇમરજન્સી મીટિંગમાં બરતરફ કરાયેલા નેતાઓમાં 2019 થી ચાંગંગ પ્રાંતની પ્રાંતીય પાર્ટી સમિતિના સચિવ કાંગ બોંગ-હૂન પણ હતા. ઉત્તર કોરિયામાં ફાંસી સામાન્ય છે. તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયામાં સામાન્ય રીતે કોઈ પણ ગુના માટે લોકોને જાહેરમાં ફાંસીની સજા આપવાનો દર ઘણો વધારે હોય છે.