Sports

T20 વર્લ્ડ કપ 2024 પર મોટું સંકટ, આ દેશે કર્યું આવું

T20 વર્લ્ડ કપ 2024નું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર થવાનું છે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો રમતી જોવા મળશે. પરંતુ હવે T20 વર્લ્ડ કપના આયોજનને લઈને મોટું સંકટ ઉભું થયું છે. ડોમિનિકા T20 વર્લ્ડ કપની યજમાની માટે પસંદ કરાયેલા 7 કેરેબિયન દેશોમાંથી એક છે. પરંતુ હવે ડોમિનિકાએ T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન કોઈપણ મેચનું આયોજન કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેનું મોટું કારણ સામે આવ્યું છે.

ડોમિનિકા સરકારે આ નિર્ણય T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત પહેલા જ મેદાન પર નિર્માણ કાર્ય પૂર્ણ ન થવાને કારણે લીધો છે. T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન એક ગ્રુપ મેચ અને બે સુપર 8 મેચોની યજમાની કરવા માટે ડોમિનિકાની સરકાર દ્વારા વિન્ડસર પાર્ક સ્ટેડિયમને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું. આ કારણોસર સ્ટેડિયમનું નવીનીકરણ કરવું પડ્યું.

પરંતુ ડોમિનિકા સરકારના જણાવ્યા મુજબ અમને કોન્ટ્રાક્ટરો પાસેથી સમયમર્યાદા મળી છે. જેના કારણે સ્ટેડિયમનું નિર્માણ કાર્ય સમયસર પૂર્ણ થઈ શકતું નથી. તેથી, અમે T20 વર્લ્ડ કપમાં મેચોની યજમાનીમાંથી ખસી રહ્યા છીએ. અમે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝનો આભાર માનીએ છીએ અને T20 વર્લ્ડ કપ 2024ના સફળ આયોજન માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ડોમિનિકાના આ નિર્ણયને સ્વીકારી લીધો છે અને આઈસીસીને તેની જાણકારી આપી છે. 2024 T20 વર્લ્ડ કપના ટૂર્નામેન્ટ ડાયરેક્ટર ફવવાઝ બક્ષે કહ્યું કે આ સ્કેલની ટૂર્નામેન્ટ હોસ્ટ કરતી વખતે આવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. અમારી પાસે એક યોજના છે અને અમે તેનો અમલ કરવાનો પ્રયાસ કરીશું.

T20 વર્લ્ડ કપ 2024માં ભાગ લેવા માટે 20 ટીમો ક્વોલિફાય થઈ છે. આ 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવશે, જેમાં દરેક ગ્રૂપમાંથી ટોપ-2 ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થશે. આ પછી, આ આઠ ટીમોને પણ ચાર-ચારના બે જૂથોમાં વહેંચવામાં આવશે. આ પછી, બંને જૂથમાંથી પ્રથમ બે સ્થાન મેળવનારી ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.