ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી હતી. ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી હતી. વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમે સેમિફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે.
ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની છે ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ ફાઇનલ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્રમોદી અમદાવાદ આવી શકે છે.બીજી સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે. તેમાંથી વિજેતા ટીમે ભારત સાથે ફાઇનલ મેચ રમવી પડશે.
બે ટીમો વચ્ચેની ફાઇનલ મેચ બાદ વર્લ્ડ ચેમ્પિયનનો નિર્ણય લેવામાં આવશે.વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદમાં રમાશે. બીસીસીઆઈએ ફાઈનલ મેચ માટે ટિકિટનું લાઈવ બુકિંગ પણ શરૂ કરી દીધું છે.રિકેટ રસિકો ટીમ ઈન્ડિયાની ટીશર્ટ પહેરીને ભારતીય ટીમને ચિયર અપ કરતા હોય છે.