Gujarat

દીકરાના મગજમાં લોહીની ગાંઠ થઈ હતી મોગલ માતાની માનતા રાખી અને પછી થયું એવું કે

કહેવાય છે કે “માં મોગલ” નું નામ માત્ર લેવાથી જ ભક્તોનાં મોટામાં મોટા દુઃખો ગાયબ થઈ જાય છે.માં મોગલ” મોગલ પરચા અપરંપાર છે. “માં મોગલ” ના દર્શન કરવા માટે “મોગલ ધામ” માં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

ભક્તો “માં મોગલ” ના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જે ભક્તો સાચી શ્રદ્ધાથી “માં મોગલ” ને યાદ કરે છે, તેમની મદદ કરવા માટે સાક્ષાત “માં મોગલ” આવે છે. અત્યાર સુધીમાં “માં મોગલ” એ ઘણીવાર લાખો લોકોના દુઃખ દુર કરેલા છે.

વિદેશથી પણ ભક્તો મોગલ માં ના દર્શન કરવા માટે આવે છે.માં મોગલ” તો આખી દુનિયાની માતા છે. જે પણ ભક્ત પોતાના દુ:ખ-દર્દ સાથે માતાજીનાં શરણમાં આવે છે, તે દરેક ભક્તના દુઃખ માતાજી જરૂર દુર કરે છે. એક મહિલા હાથમાં ૧ લાખ રૂપિયા લઈને માતાજીનાં દર્શન કરવા કબરાઉ ધામ પહોંચી હતી.

મહિલાએ મણિધર બાપુને કહ્યું કે મેં માનતા રાખેલી છે તે પુરી કરવા માટે હું આવી છું.મારી માનતાના ૧ લાખ રૂપિયા સ્વીકારો. ત્યારે મણિધર બાપુએ પુછ્યું કે શેની માનતા રાખી છે? મહિલાએ કહ્યું કે મારા દીકરાના મગજમાં લોહીની ગાંઠ જામી ગઈ હતી, જેનાં કારણે મારા પુત્રનો જીવ જોખમમાં મુકાયો હતો.અમે તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પરંતુ ડોક્ટરોએ પણ કહ્યું હતું કે મારા દિકરાનો જીવ બચાવવો મુશ્કેલ છે. મારો પુત્ર બચી શકે એવી કોઈ પરિસ્થિતિ નહોતી.

મારા પુત્રને બચાવવા માટે મેં “માં મોગલ” ને દિલથી પ્રાર્થના કરી અને માતાજીની માનતા રાખી હતી કે જો મારા દિકરાની તબિયત સારી થઈ જશે અને તેની બિમારી દુર થઈ જશે તો હું કબરાઉ ધામમાં દર્શન કરવા આવીશ અને માનતા ના ૧ લાખ રૂપિયા અર્પણ કરીશ.