IndiaPolitics

લો બોલો વધતા ભાવ અંગે મંત્રીએ કહ્યું- ડુંગળી નહીં ખાઓ તો તમારું કઈ બગડી નહી જાય

એક તરફ ડુંગળીના વધતા ભાવને કારણે સામાન્ય લોકોનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ડુંગળી લોકોએ ઓછી ખરીદી કરી છે. તેના પર મહારાષ્ટ્રમાં શિંદે સરકારમાં મંત્રી રહેલા દાદા ભુસેએ વિવાદાસ્પદ નિવેદન આપીને સામાન્ય લોકોના ઘા પર મીઠું છાંટવાનું કામ કર્યું છે. શિંદેના મંત્રી દાદા ભૂસેએ કહ્યું છે કે જો તમે બે-ચાર મહિના ડુંગળી નહીં ખાઓ તો કંઈ બગડી નહી જાય.

તમને જણાવી દઈએ કે એક તરફ ખેડૂતો ડુંગળી પર નિકાસ ડ્યુટી વધારવાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.શિંદે સરકારના મંત્રી દાદા ભુસેએ કહ્યું છે કે આવતીકાલે જો ડુંગળીના ભાવ 25 થી 20 રૂપિયા સુધી વધી જાય અને જો કોઈ વ્યક્તિ સ્વીકારતું નથી, તો તે એક મહિના, 2 મહિના, 4 સુધી ડુંગળી નહીં ખાય તો બગડી નહી જાય.

જો આના દ્વારા ખેડૂત પરિવારને ચાર પૈસા મળવાના હોય તો ખેડૂતોનું કંઈક સારું થાય તેવી લોકોની માનસિકતા હોવી જોઈએ.સરકારે ડુંગળી પરની નિકાસ ડ્યૂટીમાં 40 ટકાનો વધારો કર્યો છે. આ પછી સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઘરેલુ પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને નિયંત્રિત કરવા માટે આ પગલું યોગ્ય સમયે લેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવવાના વિરોધમાં ખેડૂતોએ ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને વેપારીઓ પણ ડ્યૂટી વધારવાના વિરોધમાં છે. “ડુંગળી પર નિકાસ ડ્યુટી લાદવાનો નિર્ણય અકાળ નથી,” તેમણે કહ્યું. આ અંગે યુનિયન કન્ઝ્યુમર અફેર્સ સેક્રેટરી રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે, “ઘરેલુ ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને અંકુશમાં લેવાનો સમયસર નિર્ણય છે.”