કેદારનાથથી દર્દનાક ઘટના સામે આવી છે. કેદારનાથ ના ત્રણ વખત દર્શન કરી આવેલો જીગર આ વખતે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળેલો હતો. પોતે દર્શન કરવા માટે જઈ રહ્યા છે તેની જાણકારી તેના મિત્ર દિવ્યેશને પણ કરી હતી દિવ્યેશ તે સમયે હરિદ્વાર હતો અને તે અમદાવાદ આવી રહ્યો હતો. પરંતુ મિત્ર સાથે કેદારનાથ જશે તેવી તૈયારી કરીને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. તેમણે પોતાની કાર ત્યાં મૂકી અને ત્યાંથી એક કાર ભાડ કરવામાં આવી હતી.
પરંતુ રસ્તામાં લેન્ડ સ્લાઈડ થઈ અને 24 કલાક સુધી તેમાં કાર દબાયેલી રહી હતી. એવામાં 24 કલાક બાદ પોલીસને જાણ થઈ કે, અહીંયા કાર પડેલી છે અને તેમાંથી તમામના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવથી તેમના મિત્રો અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારના સભ્યો મૃતકોના મૃતદેહો લેવા માટે પહોંચ્યા છે જ્યારે તેમના મૃતદેહો હવાઈ માર્ગ દ્વારા અમદાવાદ લવાશે.
અમદાવાદમાં મણીનગરમાં રહેનાર જીગર મોદી શેર બજારમાં વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેમની સાથે ખોખરામાં રહેનાર મહેશભાઈ દેસાઈ જે ડ્રાઈવર તરીકે અહીંયાથી ગયેલા હતા. મેમદાવાદમાં રહેનાર દિવ્યેશ પરીખ ટુર કન્સલ્ટિંગનું કામ સાથે જોડાયેલા હતા. ત્યારે તેમની સાથે એક અન્ય વ્યક્તિ કૌશલ પણ સાથે રહેલા હતા. આ તમામના મૃતદેહો સ્વીફ્ટ ડિઝાયરની અંદરથી મળ્યા છે. હવે આશ્વર્ય ચકિત બાબત એ છે કે, ઘણા મૃત લોકોના પરિવારજનોને હજુ સુધી જાણ નથી કે તેમના સ્વજનોના મૃત્યુ નિપજ્યા છે.
દુર્ઘટનાની જાણકારી મળતાની સાથે જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઇ હતી, પરંતુ ભારે વરસાદના લીધે કામમાં અવરોધ ઊભો થઈ રહ્યો હતો. એવામાં શુક્રવારના હવામાન ચોખ્ખું થઈ ગયું ત્યારે પાંચ મૃતદેહો બહાર નિકળવા માં આવ્યા હતા. મૃતકોની યાદીમાં ગુજરાતના જિગર આર. મોદી, મહેશ દેસાઈ, દિવ્યેશ પારેખ, મનીષકુમારનાં નામ રહેલ છે. તેની સાથે હરિદ્વારના મિન્ટુ કુમારનું પણ મૃત્યુ નીપજ્યું હતું
તેની સાથે જીગર અને ડ્રાઈવર કૌશલ દિવ્યેશ સાથે હરિદ્વારમાં મળેલા હતા, પરંતુ ત્યાર બાદ દિવ્યેશ દ્વારા નક્કી કરવામાં આવ્યું, હું અમદાવાદ નહીં મિત્ર જીગર સાથે જઈશ અને તે ત્યાંથી એક ગાડી ભાડે કરીને કેદારનાથ તરફ બધા નીકળેલા હતા. રસ્તામાં ભારે વરસાદના લીધે લેન્ડ સ્લાઈડ થઈ અને તેમની કાર દબાઈ હતી.