મુકેશ અંબાણીના ક્લાસમેટ હતા મોદી, આજે ઓળખાય છે અંબાણીના માસ્ટરમાઇન્ડ તરીકે…
રિલાયન્સના ઓલરાઉન્ડર મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં અને દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં પણ સામેલ છે. મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. રિલાયન્સ એટલે કે જિયોમાં પાછલા 2 વર્ષમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમને ઘણી રીતે મદદ કરી છે, તેમના દરેક પ્લેનમાં તેમનો મોટો ફાળો રહ્યો છે, તે એક પરિવારની જેમ કામ કરતા હોય છે.
19 એપ્રિલ, 1957ના રોજ એડન, યમનમાં જન્મેલા મુકેશે પ્રારંભિક શિક્ષણ મુંબઈની હિલ ગ્રેન્જ હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. મુકેશે માટુંગાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (UDCT)માંથી કેમિકલ એન્જિનિયરિંગમાં BE કર્યું છે. તેમને વર્ષ 1981માં મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી જોડે રિલાયન્સમાં કામ કરવાની શરૂવાત કરી હતી.
છેલ્લા 2 વર્ષમાં ઘણા લોકો દેશભરમાં લોકડાઉનથી મોટી રીતે હેરાન થયા છે. જોકે Jioમાં 78,562 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ તમામ ડીલમાં સામેલ વ્યક્તિ આજે મુકેશ અંબાણીના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખાય છે. આ વ્યક્તિ અંબાણીના તમામ મોટા સોદા ઝડપથી પૂર્ણ કરે છે. આ વ્યક્તિ મુકેશ અંબાણીના ખાસ મિત્ર પણ છે. ચાલો હવે જાણીએ મુકેશના ચાણક્ય મોદી વિશે.
કોણ છે આ મોદી?
કોરોના સમયગાળા દરમિયાન, Facebook સહિત વિશ્વની 8 મોટી કંપનીઓએ Jio પ્લેટફોર્મમાં રોકાણ કર્યું. કંપનીએ આ સમયગાળા દરમિયાન રૂ. 97,885 કરોડ એકત્ર કર્યા હતા. આ પછી જિયોની સાથે રિલાયન્સની તાકાત પણ વધી ગઈ હતી, પણ આ ડીલમાં જેટલો હાથ મુકેશ અંબાણીના છે તેટલો જ તેમના મિત્ર મોદીનો પણ છે.
મનોજ મોદી મુકેશના જમણા હાથ કહેવાય છે. ગુજરાતના એવા અંબાણી પરિવારના લાડીલા ખાસ મિત્ર એટલે કે મનોજભાઈ મોદીએ 2007માં રિલાયન્સ કંપની સાથે કામ કરવાની શરૂવાત કરી હતી. આજે તેઓ દરેક મોટા કામમાં સામેલ છે. મનોજ રિલાયન્સના ચાણક્ય છે અને રિલાયન્સના ટોપ મેનેજમેન્ટમાં સામેલ છે. મનોજ મોદીએ અત્યાર સુધી હજીરા પેટ્રો-કેમિકલ્સ, જામનગર રિફાઈનરી, રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોમાં કામ કર્યું છે. તેણે મુકેશને ક્યારેય નિરાશ કર્યો નથી.
મુકેશ અંબાણી હંમેશા તેમનો આભાર માને છે. મનોજ પોતાના અનુભવના બળ પર સરળતાથી મોટા સોદા કરે છે. આજે તેઓ મુકેશ અંબાણીના નજીકના અને વફાદાર છે. બંને આજે સારા મિત્રો પણ છે.મનોજ મોદી અને મુકેશ અંબાણી જ્યારે એન્જિનિયરિંગમાં હતા ત્યારે એકબીજાના ક્લાસમાં હતા. આ સમય વખતે બંને મિત્રો બની ગયા હતા. કોલેજ પુરી કર્યા બાદ બંને સંપર્કમાં હતા. આટલો મોટો માણસ હોવા છતાં મુકેશ આજે પણ મનોજ મોદીને પોતાનો મિત્ર માને છે.
જો કે રિલાયન્સમાં મનોજ મોદી એટલે મોટું નામ છે, પણ તેઓ હંમેશા પ્રચારથી દૂર રહે છે. તેમના નીજી જીવન વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. તેમને પડદા પાછળ કામ કરવાનું પસંદ છે. મનોજ મોદીએ ખાસ મુકેશ અંબાણીના છોકરાઓને બધી રીતે બધી ટ્રેનિંગ આપી છે.