Gujarat

અમદાવાદ બગોદરા હાઇવે પર ભયાનક અકસ્માત, 10 લોકોના થયા ત્યાંને ત્યાં મોત, જુઓ…

અમદાવાદ અકસ્માત ગુજરાતમાં અમદાવાદ-બગોદરા હાઈવે પર એક મોટા માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. ચોટીલાથી પરત ફરી રહેલા વાહને હાઈવે પર ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. પોલીસે ત્રણ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

ગાંધીનગર-સરખેજ હાઈવે બાદ હવે અમદાવાદ-બગોદરા હાઈવે પર એક મોટી દુર્ઘટના સામે આવી છે. ચોટીલા માતાના દર્શન કરીને પરત ફરતી વખતે તે વાહન હાઈવે પર પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ, ત્રણ બાળકો અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતમાં ઘાયલ અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે હાઇવે પર ટ્રક પાર્કિંગના કારણે અકસ્માત થયો હતો.

ચોટીલાથી પરત ફરી રહ્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર મેજિક (છોટા હાથી) ડાલામાં કુલ 13 લોકો સવાર હતા. તેમાંથી ત્રણ સામે બેઠા હતા. બાકીના 10 લોકો પાછળ સવાર હતા. આ બધા લોકો સુરેન્દ્ર નગર જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ચોટીલાથી પાછા આવી રહ્યા હતા. પાછા આવતી વખતે હાઈવે પર સામે ઉભેલી ટ્રક ન જોતા આવડો મોટો અકસ્માત થઈ ગયો હતો.

જેમાં કુલ 10 લોકોના ત્યાં ને ત્યાં જ મોત થઈ ગયા હતા, પોલીસે જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમને બહાર કાઢીને બીજા ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા. બધા કપડવંજના સુધા ગામના વતની હોવાનું જણાવાયું હતું. એક્સિડન્ટ બાદ બાવળા બગોદરા હાઈવે પર મોટી ભીડ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ તો ટ્રકને ટાયર પંચર થયું હતું તેના કારણે ટ્રક હાઈવે પર ઉભો કર્યો હતો. જેના કારણે પાછળથી આવતી છોટા હથીના ડ્રાઈવર સમજી શક્યો ન હતો અને મોટો અકસ્માત થઈ ગયો હતો.લોકોના કહેવા પ્રમાણે ટ્રક પંચર થવાના કારણે ઉભો હતો. તે જ સમયે આ કાર છોટા હાથી તેને અથડાઈ અને સ્પીડમાં અથડાતાં ત્યાં ને ત્યાં દસ લોકો મૃત પામ્યા હતા. એટલે જ વડીલો કહે છે કે વાહન ધીમે આપો તો આપણે આપણી સેફ્ટી સારી રીતે રાખી શકીએ.