ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર આવું થશે, ટીમ ઈન્ડિયાની જર્સી પર હશે પાકિસ્તાનનું નામ
Asia cup 2023: આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી મહત્વની મેચો રમાશે. આ બંને ટીમો એશિયા કપ 2023 અને ODI વર્લ્ડ કપ 2023માં આમને-સામને થશે. આ બંને ટીમો વચ્ચેની મોટી મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એશિયા કપમાં આ બંને ટીમો વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. દરમિયાન, શું તમે જાણો છો કે ઈતિહાસમાં પહેલીવાર ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ લખવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે આવું કેમ કરવામાં આવશે.
આ વર્ષે એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈન્કાર કર્યા બાદ ACCએ આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર આયોજિત કરવાનો નિર્ણય કર્યો. જે બાદ એશિયા કપની ચાર મેચ પાકિસ્તાનમાં અને 9 મેચ શ્રીલંકામાં રમાશે. પરંતુ આ ટૂર્નામેન્ટના યજમાન અધિકાર હજુ પણ પાકિસ્તાનના હાથમાં છે. જેના કારણે તમામ ટીમો (Team)ની જર્સી પર એશિયા કપના લોગો હેઠળ પાકિસ્તાનનું નામ યજમાન રાષ્ટ્ર તરીકે લખવામાં આવશે.
જ્યારે પાકિસ્તાને ભારતનું નામ લખ્યું હતું:
પાકિસ્તાન ક્રિકેટ (Cricket) ટીમે વર્ષ 2021માં રમાયેલા ટી-20 વર્લ્ડ કપ દરમિયાન પોતાની જર્સી પર ભારતનું નામ લખ્યું હતું. વર્લ્ડ કપ અને એશિયા કપ દરમિયાન ટીમો પોતાની જર્સી પર યજમાન રાષ્ટ્રનું નામ લખે છે. પાકિસ્તાને વર્ષ 2008માં પ્રથમ વખત એશિયા કપનું આયોજન કર્યું હતું. તે દરમિયાન યજમાન રાષ્ટ્રનું નામ લખવામાં આવ્યું ન હતું. તે જ સમયે, 1987 ODI વર્લ્ડ કપ પણ ભારત અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો. તે ODI વર્લ્ડ કપ (World cup)દરમિયાન તમામ ટીમો સફેદ જર્સીમાં વર્લ્ડ કપ રમી હતી. જેના કારણે કોઈ ટીમે પાકિસ્તાનનું નામ લખ્યું ન હતું.