International

સફારીમાં ફરવા ગયેલી મહિલા કારમાંથી બહાર આવી ત્યાં જ વાઘે તેને દબોચી લીધી, ખતરનાક વિડીયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને ખબર પડે છે કે આપણી એક નાની ભૂલ આપણા જીવનને કેવી રીતે જોખમમાં મૂકી શકે છે. સાવચેતીના ભાગ રૂપે લોકો આ વીડિયોને પોતાના સંબંધીઓ સાથે શેર કરી રહ્યા છે.વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જંગલ સફારી દરમિયાન એક મહિલા તેના પતિ સાથે ઝઘડો કરી રહી છે. જે બાદ તે ગુસ્સાથી કારમાંથી બહાર નીકળી જાય છે.

તેના પતિ સાથે ઝઘડો કર્યા પછી, તે કારની બીજી બાજુ જાય છે, જ્યારે અચાનક એક વાઘ મહિલા પર હુમલો કરે છે. હુમલા પછી તરત જ વાઘ મહિલાને પકડીને પોતાની સાથે લઈ જાય છે. મહિલાને બચાવવા તેનો પતિ અને તેની માતા પણ વાઘની પાછળ દોડે છે. વિડિઓ ત્યાં જ સમાપ્ત થઇ જાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બેઇજિંગના એક એનિમલ પાર્કની છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વાઘે તેને બચાવવા ગયેલી મહિલાની માતા પર હુમલો કર્યો હતો. જે બાદ મહિલાની માતાનું મોત થયું હતું. જોકે આ ઘટનામાં મહિલાનો જીવ બચી ગયો છે.