India

બાગેશ્વર બાબાએ મહિલાઓ વિશે કરી ગંદી વાત, સાંભળીને તમને ગુસ્સો આવશે

બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. છતરપુર સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વરના પદ પર રહેલા બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એવું નિવેદન આપ્યું છે જેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. બાબાએ પોતાના નિવેદનમાં મહિલાઓ વિશે કંઈક એવું કહ્યું કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મામલો તાજેતરનો છે જેમાં તેણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેઓ મહિલાઓના સિંદૂર અને મંગળસૂત્ર વિશે વાત કરી રહ્યા છે. તેમણે સિંદૂર ન લગાડનારી મહિલાઓને ખાલી પ્લોટ કહી દીધી, તેના આવા સંબોધનથી ઘણા લોકો નારાજ પણ થયા છે. પંડિત શાસ્ત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જો પરિણીત મહિલા સિંદૂર અને મંગળસૂત્ર ન પહેરે તો આપણને લાગે છે કે આ પ્લોટ ખાલી છે.

વાયરલ વીડિયોમાં તે કહેતા સાંભળી શકાય છે કે પરિણીત મહિલાની બે ઓળખ છે. માંગનું સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર. માંગમાં સિંદૂર ન હોય અને ગળામાં મંગળસૂત્ર ન હોય તો લાગે કે આ પ્લોટ હજુ ખાલી છે. માંગમાં સિંદૂર હોય અને ગળામાં મંગલસૂત્ર હોય તો દૂરથી સમજીએ કે રજિસ્ટ્રી થઈ ગઈ છે. જુઓ વિડીયો: