Gujarat
આજની વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઝાપટા પડશે પણ 16 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છે. હાલ પણ મેઘમહેર યથાવત છે. ગઈકાલે ગુજરાતમાં 70થી વધુ તાલુકામાં વરસાદ હતો અને આજે પણ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.જો કે 16 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમરેલીમાં બુધવારે દિવસ દરમિયાન વરસાદ ન હતો પરંતુ 4 વાગ્યે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ૨-૩ કલાકમાં તો ત્રણ ઈંચ વરસાદ વરસી જતા ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.
નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ડેમમાં પાણીની આવક થઈ રહી છે. કેલિયા ડેમ 65 ટકા જેટલો ભરાઈ ગયો છે. કેલિયા ડેમમાંથી ચીખલી અને 17 થી વધુ ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમમાં સતત પાણીની આવક થતા ખેડૂતો પણ ખુશ છે.