કેજરીવાલે અમિત શાહને પત્ર લખી મદદ માંગી, મોટી આફત આવી રહી છે
યમુનાનું જળસ્તર 1978ના અગાઉના રેકોર્ડને તોડીને 207.55 મીટરે પહોંચી ગયું છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને કેન્દ્રને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. પોતાના પત્રમાં કેજરીવાલે કહ્યું કે રાજધાની આગામી દિવસોમાં જી-20 સમિટની યજમાની કરવા જઈ રહી છે અને પૂરના સમાચાર આખા દેશનું નામ ખરાબ કરશે.
કેજરીવાલે લખ્યું કે હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે જો શક્ય હોય તો હથિનીકુંડ બેરેજમાંથી મર્યાદિત પ્રમાણમાં પાણી છોડો, જેથી દિલ્હીમાં યમુના નદીમાં પાણીનું સ્તર વધુ ન વધે. કેજરીવાલે કહ્યું કે સેન્ટ્રલ વોટર કમિશને આગાહી કરી છે કે બુધવારે રાત્રે પાણીનું સ્તર 207.72 મીટરને પાર કરી શકે છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે.
યમુના નદીનું જળસ્તર 207.55 મીટરે પહોંચી ગયું છે, જેણે 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર આજે બપોરે 1 વાગ્યે 207.55 મીટરે પહોંચ્યું હતું. આ સ્તર 205.33 મીટરના ખતરાના નિશાનથી ઘણું ઊંચું છે.કેજરીવાલે કહ્યું કે, અગાઉ 1978માં યમુના નદી મોટાભાગે 197.49 મીટરના સ્તરે પહોંચી હતી, જે દિલ્હીમાં પૂરની સ્થિતિ હતી.