India
પિતા-પુત્રીના અદ્ભુત પ્રેમને જોઈને લોકો થઈ ગયા ભાવુક, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો એ રીતે સામે આવે છે. જેને મન વારંવાર જોવા માંગે છે. આવનારા દિવસોમાં તમને સોશિયલ મીડિયા પર ઘણી રીતે વીડિયો જોવા મળશે. પરંતુ આ વિડિયો એટલો સુંદર છે કે તમને ખરેખર ભાવુક કરી દેશે.તમે વિડીયોમાં જોઈ શકો છો. ટ્રેનના દરવાજે એક પિતા બેઠો છે, જેની સાથે તેની એક સુંદર માસૂમ બાળકી પણ છે.
બાળકી તેના નાના હાથ વડે પ્રેમથી તેના પિતાને ખવડાવી રહી છે. આ દ્રશ્ય ખરેખર સૌના હૃદયને સ્પર્શી ગયું. આ વીડિયોને ત્યાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે પોતાના કેમેરામાં કેદ કર્યો હતો અને પછી તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. અને લખ્યું- આજે મુંબઈ લોકલમાં. આ વીડિયો સોશિયલ મીડિયા પર તમામ યુઝર્સને ઈમોશનલ કરી રહ્યો છે.