International

બેકાબૂ ટ્રકે વેપારીઓ સહિત 45 લોકોને કચડી નાખ્યા, રસ્તા પર માત્ર મૃતદેહો જ દેખાતા હતા

પશ્ચિમ કેન્યામાં એક ટ્રકે અનેક વાહનો અને વેપારીઓને ટક્કર મારી હતી, જેમાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા હતા. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી રાજધાની નૈરોબીથી લગભગ 200 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવેલા લોન્ડિયાની રિફ્ટ વેલી શહેર નજીક શુક્રવારે સાંજે આ અકસ્માત થયો હતો.

રિફ્ટ વેલી પોલીસ કમાન્ડર ટોમ ઓડેરાએ જણાવ્યું હતું કે અધિકારીઓને ઘટનાસ્થળેથી 45 મૃતદેહો મળી આવ્યા હતા, પરંતુ કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે ઘાયલોની સંખ્યા સ્પષ્ટ નથી. ઓડેરાએ કહ્યું, “હજુ પણ અંધારું છે અને વરસાદ પડી રહ્યો છે તેથી મૃતકોની અંતિમ સંખ્યાની પુષ્ટિ કરવામાં થોડો સમય લાગશે.”

સ્થાનિક મીડિયાએ પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું હતું કે ટ્રક મુખ્ય હાઇવે પરથી ઉતરી ગયો હતો અને અનેક વાહનોને ટક્કર માર્યા બાદ રાહદારીઓ અને વેપારીઓને ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓએ વાહનના કાટમાળની તસવીરો શેર કરી છે. પોલીસે જણાવ્યું હતું કે બચાવ કામગીરી રાત સુધી ચાલુ રહેશે. કેન્યા રેડ ક્રોસ સોસાયટીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે રાહત કાર્યમાં અવરોધ ઊભો થયો છે અને લોકો હજુ પણ ક્ષતિગ્રસ્ત વાહનોમાં ફસાયેલા છે.