
મૃત્યુ પછી શું થાય છે તેનું રહસ્ય સામે આવ્યું: મર્યા બાદ જીવતી થયેલ મહિલાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
શું તમે જાણો છો કે મૃત્યુ પછી શું થાય છે…આત્મા-પરમાત્માની વાર્તા શું છે, મૃત્યુ પછી વ્યક્તિ સ્વર્ગમાં જાય છે કે બીજે ક્યાંક જાય છે.કદાચ કોઇને મૃત્યુનો અનુભવ નહીં ખબર હોય…પણ જે સ્ત્રી મૃત્યુ બાદ જીવતી થઈ તેણીએ હવે રહસ્ય જાહેર કર્યું છે. તેણીના મૃત્યુના અનુભવને શેર કરતા મહિલાએ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો આગળ શું થાય છે. આ ઘટના અમેરિકાના વિસ્કોન્સિનની છે.
36 વર્ષીય મહિલાનું ગંભીર હીટ સ્ટ્રોક બાદ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. તેના પતિએ હાર્ટ એટેક પછી 37 મિનિટ માટે CPR આપ્યું, છતાં મહિલાનો જીવ બચાવી શકાયો નહીં. આ દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી પરંતુ એક મોટો ચમત્કાર થવાનો બાકી હતો. મૃત જાહેર કર્યાના 3 મિનિટ પછી, આ મહિલા ફરીથી જીવિત થઈ ગઈ. આ પછી તેણે શેર કરેલા મૃત્યુના રસપ્રદ અનુભવ વિશે જાણીને તમને નવાઈ લાગશે.
મૃત્યુ પછી જીવતી થયેલ મહિલા જેડે કહ્યું કે હીટસ્ટ્રોકનો ભોગ બન્યા પછી તેને હાર્ટ એટેક આવ્યો હશે. કારણ કે તે પછી મને કંઈ યાદ નથી. મને કહેવામાં આવ્યું કે મને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ મને મૃત જાહેર કર્યાની ત્રણ મિનિટ પછી હું જીવિત થઈ. મેં આના જેવું કંઈપણ પહેલાં ક્યારેય અનુભવ્યું ન હતું. જ્યારે આપણે મરીએ છીએ ત્યારે શું થાય છે. એક રહસ્ય રહે છે. જેડે કહ્યું કે મૃત્યુ પછી તેનું શરીર સૂર્યની અગ્નિમાં ‘સંકોચાઈ રહ્યું છે’ એવું લાગ્યું. બધું અચાનક કાળું થઈ ગયું. જેડે કહ્યું: ‘તે જ ક્ષણ હતી જ્યારે મને ખબર હતી કે હું મરી જવાની છું.’
જેડે તેની વાટ TikTok પર શેર કરી, જ્યાં તેને લગભગ 200,000 વખત જોવામાં આવી છે. તેણીને અનુભવ ત્યારે થયો જ્યારે તે અસહ્ય ગરમીમાં મિત્રને મળવા જતી હતી. તેણી ચક્કર અને ઉબકા અનુભવી રહી હતી. આ પછી તે સોફા પર પડી ગઈ. હીટ સ્ટ્રોકથી તેનું મોં સુકાઈ ગયું હતું. તે દુર્લભ કિસ્સાઓમાં કાર્ડિયાક અરેસ્ટને ટ્રિગર કરી શકે છે. પલંગ પર પડેલી, જેડને યાદ છે કે તેણી લપસી ગઈ હતી.તેણે કહ્યું: ‘બધું પળવારમાં થઈ ગયું હશે. ‘પરંતુ તે ખૂબ લાંબુ લાગતું હતું અને મારું માથું જાણે ફુલાઈ રહ્યું હોય તેમ લાગ્યું, મારું આખું શરીર સંકોચાઈ રહ્યું હતું.