International

અમેરિકામાં ટ્રક સાથે અથડાયા બાદ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા, 198 મુસાફરો સવાર હતા

અમેરિકાના કેલિફોર્નિયામાં એક ટ્રક સાથે અથડાયા બાદ પેસેન્જર ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના બુધવારે બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ 200 મુસાફરોને લઈને જતી એમટ્રેક ટ્રેન બુધવારે કાઉન્ટી વોટર ટ્રક સાથે અથડાઈ હતી અને દક્ષિણ કેલિફોર્નિયામાં પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે ટ્રકના ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી.

વેન્ચુરા કાઉન્ટી ફાયર વિભાગના કેપ્ટન બ્રાયન મેકગ્રાએ જણાવ્યું હતું કે મૂરપાર્ક ખાતે અથડામણ બાદ ટ્રેનના સાત ડબ્બામાંથી ત્રણ પાટા પરથી ઉતરી ગયા હતા. મેકગ્રાએ જણાવ્યું હતું કે ટ્રેનમાં સવાર 14 લોકોને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ટ્રક ચાલકને માથામાં ઈજા થતાં ટ્રોમા સેન્ટરમાં લઈ જવાયો હતો.

પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેનના કોચની આસપાસ ટ્રકના ભાગો વિખરાયેલા હતા. ટ્રકનો મોટો ભાગ ટ્રેકની નજીક આવી ગયો હતો.મેકગ્રાએ શરૂઆતમાં કહ્યું હતું કે અકસ્માત પહેલા ટ્રકનો ડ્રાઈવર વાહનમાંથી બહાર નીકળી ગયો હોવાનું માનવામાં આવે છે, પરંતુ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ કરવામાં આવી રહી છે.

આ ટ્રેન સવારે 11-15 કલાકે સિએટલથી લોસ એન્જેલસA rHkh તરફ જતી હતી,d વોટર ટ્રક vkSj Vzsu dh VzSd ij VDdj gks xbZA] ^લગભગ 198 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર્સ ટ્રેનમાં સવાર હતા] જેમને ટ્રેનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. કોઈને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ નથી.