Gujarat

સિદ્ધપુરમાં પાણીની પાઈપલાઈનમાંથી મળી આવેલ યુવતીની લાશ પાછળ શુ છે કારણ?મંગેતરે કર્યો ખુલાસો

પાટણ જિલ્લાના સિદ્ધપુર નગર પાલિકા વિસ્તારમાં પાલિકાની પાણીની પાઈન લાઈનમાંથી 25 વર્ષીય યુવતી લવીનાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જો કે, ઘટનાના આટલા દિવસો પછી પણ લવીનાનું મોત કઈ રીતે થયું તેના રહસ્ય પરથી પડદો ઊંચકાયો નથી. જો કે, આ મામલે લવીનાની સગાઈ જે યુવક સાથે થઈ હતી તેણે કેટલીક ચોંકાવનારી વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, લવિનાની સગાઈ ગાંધીનગર જિલ્લાના ભાટ ગામે વસવાટ કરતા લોકેશ મુરજાણી સાથે ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. 12 મેના રોજ બંનેના લગ્ન થવાના હતા. પરંતુ લગ્નના 5 દિવસ અગાઉ જ લવીના ગુમ થઈ જતા તેના માતાપિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં લવીનાની લાશ કહોવાઈ ગયેલી હાલતમાં સિદ્ધપુર નગર પાલિકાની પાણીની પાઈપલાઈનમાંથી મળી આવી હતી. લવીના જે દિવસે ગુમ થઈ તે દિવસે તેની તેના મંગેતર સાથે વાત થઈ હતી. ત્યારે લવીનાના મંગેટરે પણ આ મામલે અનેક ખુલાસા કર્યા છે.

લવીનાના મંગેતર લોકેશે જણાવ્યું હતું કે, લવીના કોઈએ કાન ભર્યા હતા, અથવા તો તેના પર કોઈએ મેલી વિદ્યા કરી હતી. લવીના જે દિવસે ગુમ થઈ તે દિવસે તેણે મને 6 જેટલા મિસ્ડકોલ કર્યા હતા. અમે જ્યારે આશરે બે વાગ્યાની આજુબાજુ અમારી વાત થઈ ત્યારે મેં કહ્યું કે હું બહારથી હજુ આવ્યો જ છું, માટે પછી તારી સાથે વાત કરુ. જે બાદ મેં શાંતિથી ફ્રી થઈને તેને ફોન કર્યો તો તેણે રોજની જેમ સામાન્ય વાતો જ કરી હતી. તેના બાદ મારા લગ્નને લઈને મારા ઘરે મીટિંગ થઈ હતી. રાત્રીના 1 વાગ્યાની આસપાસ આ મિટિંગ પૂરી થઈ હતી.