રિઝલ્ટના થોડા દિવસ પહેલા જીવ ગુમાવનાર શિવમ બોર્ડની પરીક્ષામાં ૯૮.૯૬ ટકા સાથે પાસ થયો
તમામ માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકો અભ્યાસ કરે અને તેમના માતા-પિતાનું નામ રોશન કરે. હાલમાં ધોરણ 10ના બોર્ડનું પરિણામ 25 મેના રોજ આવ્યું છે. એક એવા બાળક વિશે વાત કરીએ જેણે ધોરણ 10ના પરિણામ પહેલા જ દુનિયાને અલવિદા કહી દીધું.
સોમવારે રાત્રે ખેડબ્રહ્માના વાસણા રોડ પર રહેતા પ્રજાપતિ પારસભાઈ અને તેની પત્ની દર્શનાબેન તેમના પુત્ર શિવમ સાથે જઈ રહ્યા હતા ત્યારે તેમની બાઇકને ઈડર તરફથી આવતી કારે ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે આ ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થતાં પારસભાઈને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જેમાં શિવમ ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતો અને તેણે વર્તમાન ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પણ આપી હતી. જ્યારે તેના પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ ત્યારે તમામ લોકો દુઃખી થઈ ગયા હતાઅને શોક પ્રસરી ગયો હતો.
શિવમને 98.96 ટકા મળ્યા છે, એક તરફ જો શિવમને આ ટકાવારી થી લોકો ખુશ થઈ જાય છે પરંતુ બીજી તરફ તેના મૃત્યુથી આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.