હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોમાસાને લઈને કરી આગાહી, આ તારીખે ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું
ગુજરાતમાં ચોમાસું ક્યારેય બેસશે છે તેને લઈને મોટી જાણકારી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. દેશમાં ચોમાસું ચાર જૂનથી બેસવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. તેમ છતાં ચાર પાંચ દિવસ આગળ રહે તેવી શક્યતા રહેલી છે. દેશમાં ચોમાસાની વાત કરીએ તો તેની શરુઆત કેરળથી થાય છે.
કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ ગુજરાતમાં 15 દિવસ પછી ચોમાસું બેસે છે. એવામાં હવે કેરળમાં ચાર જૂન અથવા તેના પછી ચોમાસું બેસી શકે છે. આ સમાચારની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આ વર્ષે ચોમાસાની શરૂઆત નિયમિત સમયે થશે. હાલમાં સવારના વાદળો આવી રહ્યા છે અને બપોરના સમયે ગુમ થઈ જતા હોય છે. જ્યારે વાદળોની આ રીતની પ્રકિયા એક મહિના સુધી ચાલતી રહેશે. વાદળોની પ્રકિયા પૂર્ણ થયા બાદ ચોમાસાની શરૂઆત થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદ સારો રહેવાનો છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઋતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉનાળામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો હતો. આ સિવાય ચક્રવાતની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે ઉનાળો ખેંચાવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દર વર્ષે કેરળમાં ચોમાસું બેસે તેના લગભગ 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે. એટલે જો કેરળમાં ચોમાસું મોડું બેસશે તો ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે.