Gujarat

10માં ની પરીક્ષાનું પેપર પતાવીને 3 મિત્રો ઘરેથી કીધા વગર ગાડી લઈને નીકળ્યા, દીવાલ તોડી કાર નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગઇ

કડીથી દુખદ સમાચાર સામે આવ્યા છે. કડીના ધોરણ 10માં ભણતા ત્રણ વિદ્યાર્થીઓ પરીક્ષાનું પેપર પતાવીને ઘરે કીધા વગર ગાડી લઈને ફરવા નીકળી ગયા હતા જો કે કડીના થોર રોડ ઉપર આવેલી મુખ્ય નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર કયારે કાબૂ ગુમાવ્યો હતો અને દીવાલ તોડીને કાર સાથે ત્રણેય મિત્રો નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા.

આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અને બે વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. કડી ના જીગ્નેશ, તક્ષ અને દેવ એક જ ક્લાસમાં અભ્યાસ કરતાં હતા જે દરમિયાન આજે ધોરણ 10નું પેપર પતાવીને તેઓ ઘરે ગયા હતા. જીગ્નેશે પોતાના ઘરે રહેલી વેગેનાર કાર લીધી હતી અને 3 એય મિત્રો ફરવા નીકળી ગયા હતા. જ્યાં તેઓ નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર પહોંચ્યા ત્યારે કાર દીવાલ તોડીને કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી.

એક મહિલા નર્મદા કેનાલથીપોતાના ઘરે સર્વિસ રોડ ઉપર થઈને આવી રહ્યા હતા ત્યારે તેમણે ત્યાં ધૂળ ઉડતી જોઈ હતી. આગળ જતા નર્મદા કેનાલમાં બે લોકો બૂમો પાડી રહ્યા હતા કે અમારી હેલ્પ કરોહેલ્પ કરો.પહેલા તો લાગ્યું કે બંને નહાવા પડ્યા છે પણ બાદમાં જાણ થઈ કે તેઓ મદદ માંગી રહ્યા છે.

જે દરમિયાન મહિલા ભાવનાબેને તેમને પહેરેલી સાડી નીકાળીને પતિના મદદથી અંદર નાખી હતી અને આસપાસ લોકોને બૂમ પાડી હતી.બે મિત્રોને આ રીતે બહાર કાઢ્યા હતા જ્યારે દેવ ગાડી સાથે જ અંદર ડૂબી ગયો હતો.જેની હજુ સુધી લાશ કે ગાડી મળી નથી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે.