GujaratIndia

Z+ સુરક્ષા, બુલેટપ્રૂફ વાહન… નકલી PMO ઓફિસર બનીને ફરતા કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ

જમ્મુ અને કાશ્મીરમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે પીએમઓ અધિકારી તરીકે કેન્દ્રશાસિત પ્રદેશનો પ્રવાસ કરતો હતો. આ ઠગની ઓળખ ગુજરાતના રહેવાસી કિરણ પટેલ તરીકે થઈ છે. તેની શ્રીનગરથી 3 માર્ચ 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ માહિતી હવે મીડિયામાં સામે આવી છે.

ગુરુવારે (16 માર્ચ 2023), જમ્મુ અને કાશ્મીર પોલીસે તેને શ્રીનગર કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. કિરણ પટેલ ઓક્ટોબર 2022થી કાશ્મીર ઘાટીની મુલાકાતે છ તેવું કહેવાઈ રહ્યું છે. ધરપકડ પહેલા, તે નિયંત્રણ રેખા (LOC) નજીક ઉરી કમાન્ડ પોસ્ટ દ્વારા શ્રીનગરના લાલ ચોક પહોંચ્યો હતો. તે જમ્મુ-કાશ્મીરની 5 સ્ટાર હોટલમાં રોકાતો હતો. Z પ્લસ સુરક્ષા સાથે બુલેટપ્રૂફ વાહનમાં પણ ફરતો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિરણ પટેલ પોતાને વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે ઓળખાવતા હતા. તેણે ફેબ્રુઆરી 2023માં જમ્મુ-કાશ્મીરની મુલાકાત પણ લીધી હતી. તેમની મુલાકાતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેને પોલીસ અને અર્ધલશ્કરી દળોના રક્ષણ હેઠળ કાશ્મીરમાં વિવિધ સ્થળોએ જોઈ શકાય છે.

કિરણ પટેલને કોર્ટે 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના ટોચના અધિકારી તરીકે આ ઠગએ જમ્મુ અને કાશ્મીરમાં ટોચના અધિકારીઓ સાથે બેઠકો કરી હતી. શુક્રવારે જ પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ કેસની સુનાવણી કરતા કોર્ટે તેને જેલમાં મોકલી દીધો છે.

તેને પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) અને લક્ઝરી હોટલમાં રૂમ પણ આપવામાં આવ્યો હતો. કિરણ પટેલ સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે કથિત છેતરપિંડી કરનાર કિરણ પટેલ તરીકે ઓળખાય છે અને તેણે પોતાને પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટરનો હોદ્દો બતાવ્યો હતો.કિરણ પટેલ ગયા વર્ષે ઓક્ટોબરથી કાશ્મીર ખીણની મુલાકાતે હતા. ધરપકડ કરતા પહેલા, તે નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઉરીમાં કમાન્ડ પોસ્ટ દ્વારા શ્રીનગરના લાલ ચોક પહોંચ્યો હતો.