
ભારતે ઓસ્કાર જીત્યો, ફિલ્મ RRR ના ગીત ‘નાટુ-નાટુ’ ને એવોર્ડ મળ્યો
આજે સવારે 95મા ઓસ્કાર એવોર્ડ સમારોહમાંથી સારા સમાચાર આવ્યા છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં ફિલ્મ RRR ના ગીત નાટુ-નાટુ એ ઈતિહાસ રચ્યો છે. આ ગીતને ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. નાટુ-નાટુ ગીત માટે ઓસ્કારની જાહેરાત થઈ ત્યારે આખું ઓડિટોરિયમ ગુંજી ઉઠ્યું હતું. ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
તેનું નિર્દેશન કાર્તિકી ગોન્સાલ્વીસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનું બોન્ડિંગ બતાવવામાં આવ્યું છે.જણાવી દઈએ કે ઓસ્કાર એવોર્ડ સમારોહમાં પણ નાટુ-નાટુ ગીત પૂરજોશમાં છે. ફિલ્મની આખી ટીમની સાથે વિદેશીઓએ પણ આ ગીત પર સ્ટેજ પર પરફોર્મન્સ આપ્યું છે.
એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત RRR ના ગીત ‘નાતુ નાતુ’ના પરફોર્મન્સને પણ ઓસ્કાર એવોર્ડ્સમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. દીપિકા પાદુકોણ પ્રેઝન્ટર તરીકે સ્ટેજ પર આવી હતી. અભિનેત્રીએ ‘નાટુ-નાટુ’નો ઉલ્લેખ કરતાની સાથે જ ઓડિટોરિયમમાં જોરદાર માહોલ બની ગયો હતો.