GujaratPolitics

ધારાસભ્ય હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી

ધાંગધ્રા કોર્ટે ભાજપના ધારાસભ્ય અને પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે આદર્શ આચારસંહિતાના ભંગ બદલ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. પાટીદાર આંદોલન દરમિયાન હરીપર ગામમાં મંજૂરી વગર વિરોધ સભા યોજવા બદલ ધાંગધ્રા તાલુકા પોલીસે હાર્દિક પટેલ સામે ગુનો નોંધ્યો હતો.

આ કેસમાં કોર્ટમાં સતત ગેરહાજર રહેવા બદલ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલની હરિપર ગામમાં સભા યોજાઈ હતી. સભામાં આચારસંહિતાનો ભંગ થયો હતો જે મામલે પોલીસ કેસ નોંધાયો હતો. ધ્રાંગધ્રા કોર્ટમાં આ મામલે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.

આ કેસની સુનાવણી ની મુદત આપવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યો અને હવે હાર્દિક સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.આ ઉપરાંત અમદાવાદના નિકોલમાં પણ વર્ષ 2018નો એક કેસ ચાલી રહ્યો છે. હાર્દિક પટેલ એ કેસની સુનાવણીમાં પણ ગેરહાજર રહ્યો હતો અને જેના કારણે કોર્ટે સમન્સ પાઠવ્યું હતું.