હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક એ ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા, કપલના પુત્રએ ખેંચ્યું સૌનું ધ્યાન
મોડલ અને અભિનેત્રી નતાસા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડેના રોજ ખ્રિસ્તી રીતિ-રિવાજોથી લગ્ન કર્યા. લગ્ન બાદ બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લગ્નની તસવીરો શેર કરી હતી. નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાનો પુત્ર પણ જોવા મળી રહ્યો છે, જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. તો ચાલો જોઈએ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના લગ્નની આ તસવીરો.
નતાશા સ્ટેનકોવિકની એન્ટ્રી શાનદાર રહી. નતાશા સ્ટેનકોવિકની એન્ટ્રી જોયા પછી બધા તેની તરફ જોતા જ રહ્યા. નતાશા સ્ટેનકોવિકની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ તસવીરમાં નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિકના હાથને કિસ કરતો જોવા મળી રહ્યો છે.
આ તસવીરમાં નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે. નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાની આ તસવીર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
આ તસવીરમાં નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા ક્યૂટ સ્માઈલ કરતા જોવા મળી રહ્યા છે. નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના લગ્નની આ તસવીરમાં તેનો પુત્ર પણ દેખાઈ રહ્યો છે. આ તસવીરમાં કપલ તેમના પુત્રને પ્રેમ કરતા જોવા મળે છે.