InternationalStory

8 કરોડ રૂપિયા મળતા જ પતિ એકદમ બદલાઈ ગયો, પછી પત્નીએ કર્યું આવું અને પતિને ભાન આવી

એક વ્યક્તિએ 12 કરોડ રૂપિયાની લોટરી જીતી. ટેક્સ બાદ તેમના ખાતામાં 8 કરોડથી વધુ રૂપિયા આવ્યા. પરંતુ આટલા પૈસા મળ્યા પછી પણ તેણે તેની પત્નીને આ વાત કહી ન હતી. ઉલટું તેણે રકમનો મોટો હિસ્સો તેની બહેન અને પૂર્વ પત્નીને આપી દીધો. જે બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. હવે આ કેસમાં કોર્ટનો નિર્ણય આવ્યો છે.

હેંગઝોઉ ડેલીના અહેવાલ મુજબ ઝોઉ (અટક) નામના વ્યક્તિએ બે વર્ષ પહેલા 10 મિલિયન યુઆન (12 કરોડ રૂપિયા)ની લોટરી જીતી હતી. ટેક્સ વગેરે બાદ કર્યા બાદ તેને 8.43 મિલિયન યુઆન (8 કરોડ) મળ્યા હતા. બાદમાં, ઝોઉએ ગુપ્ત રીતે તેની બહેનના ખાતામાં 2 મિલિયન યુઆન ટ્રાન્સફર કર્યા અને ફ્લેટ ખરીદવા માટે તેની ભૂતપૂર્વ પત્નીને 70,000 યુઆન આપ્યા.

ઝોઉએ ન તો તેની તત્કાલિન પત્ની લિનને પૈસા મેળવવા વિશે કહ્યું હતું કે ન તો અન્યને પૈસા આપવા વિશે. આવી સ્થિતિમાં જ્યારે લીનને આ વાતની ખબર પડી તો તે ગુસ્સે થઈ ગઈ અને તેણે પોતાના પતિને પાઠ ભણાવવા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો. એટલું જ નહીં તેણે છૂટાછેડા માટે અરજી પણ કરી હતી.

આ કેસમાં ગયા અઠવાડિયે નિર્ણય આવ્યો હતો, જેમાં કોર્ટે ઝોઉને લોટરીમાં મળેલી રકમમાંથી બે તૃતિયાંશ ભાગ લિનને વળતર તરીકે આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટને જાણવા મળ્યું કે ઝોઉએ તેની બહેન અને ભૂતપૂર્વ પત્નીને આપેલા પૈસામાં લિનનો હિસ્સો હતો. હાલમાં કોઈપણ પક્ષે કોર્ટના નિર્ણય સામે અપીલ કરી નથી.

એવા અહેવાલ હતા કે ઝોઉએ લોટરીની ટિકિટ ખરીદવા માટે લિનના પૈસાનો ઉપયોગ કર્યો હતો. પરંતુ ઈનામ જીત્યા બાદ તે એકલા જ પૈસાનો આનંદ માણવા માંગતો હતો. પરંતુ પત્ની સામે તેની રમત લાંબો સમય ટકી શકી નહીં.